Posts

Showing posts from February, 2026

પપ્પાનો લીમડો 🌳🍃

ડિયર પપ્પા,                   કેટલો બધો સમય થઈ ગયોને તમને અમને છોડીને ગયે!!!!! તમને પણ કદાચ મારી યાદ આવતી હશે, પણ મને જેટલી તમારી યાદ આવે છે ને એટલી તો નહીં જ આવતી હોય. જુઓ તમને આ ફોટો જોઈને કઈ યાદ આવે છે? હા! અચંબામાં પડી ગયા ને? હું પણ આટલી જ અચંબિત થઈ હતી જ્યારે મેં એને ઘણાં વર્ષો પછી અચાનક જોયો! યાદ છે મને, કે કેટલી મહેનત અને કેટલા જતનથી તમે એને ઉગાડવાની કોશિશ કરતા હતા, કેટલા પ્રયત્નો કરતા હતા કે એ એક છોડમાંથી એક વૃક્ષનું આકાર લેય. રાત્રે જ્યારે કોઈ કૂતરા એને તહેસનહેસ કરી નાખતા ત્યારે ફરી તમે એને ઊભો કરી ઉગાડવાનો પ્રયત્ન કરતા. કોઈ તમાકુ ખાઈને એની પર પિચકારી મારે તો તમે લાલચોળ થઈને એને ખખડાવતા, એને રોજ પાણી આપતા, એની ફરતે કપડાંનું આવરણ કરતા, એની ફરતે ઈંટો મૂકતા, એ નબળો પડીને જરાક ત્રાંસો થઈ જાય તો એને બીજી લાકડીના ટેકાથી સીધો ઊભો રાખતા. તમે એને શા માટે ઉગાડવા માંગતા હતા એના વિશે તો આપણી ક્યારેય વાત નથી થઈ. પણ હા, હું અંદાજો લગાવી શકું છું કે તમે કદાચ એનો છાયડો ઝંખતા હતા! જેથી ઓફિસમાં ગરમીના દિવસોમાં ઠંડક રહે અને બહાર પણ તેની શીતળ છાયામાં બ...

• ગઝલ 📝

ગઝલનું માળખું નિયમોથી ઘડાયેલું છે. તેને તે જ પ્રમાણે અનુસરવું પડે. સમજણ, વિચાર અને કલમ તેની પર બેસી જવા જોઈએ. ગઝલ બહરમાં હોવી જરૂરી છે, બહર વગર ગઝલ શક્ય નથી. બહર એટલે માત્રભાર. ગઝલની દરેક લાઈનને 'મિસરા' કહેવાય છે. બે મિસરા ભેગા મળે એટલે એક 'શેર' બને છે. બહુ બધા શેર ભેગા મળે તેને ‘એશ’આર’ કહેવાય. શેરનું બહુવચન! જે શબ્દ અથવા વાક્ય આખી ગઝલમાં સમાન રહે છે તેને 'રદિફ' કહે છે. અને જે શબ્દો સમતુકાન્ત અને મળતાવડા હોય તેને 'કાફિયા' કહે છે, જે બદલાતા રહે છે. ગઝલ રદિફ વગર શક્ય થઈ શકે છે પરંતુ કાફિયા વગર નહીં. શરૂઆતના બંને મીસરામાં કાફિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને 'મતલા' કહે છે. અને તેવી જ રીતે ગઝલનો છેલ્લો શેર જેમાં કવિ પોતાના 'તખલ્લુસ' નો પ્રયોગ કરે છે તેને 'મક્તાનો શેર' કહે છે. મતલા પછીનો શેર જેમાં પણ બંને મીસરામાં કાફિયા - રદીફનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને હુસ્ન-એ-મતલા કહેવાય છે અને ‘મતલા-એ-શાનિ’ પણ કહેવાય છે. પહેલા મીસરાને ઉલા અને બીજા મીસરાને સાની કહેવાય છે. જે ગઝલમાં રદીફનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી ગઝલને ‘મુરદ્દફ ગઝલ’ કહેવાય....