Posts

Showing posts from August, 2025

• હાઈકુ 🧧

હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે, જેનો અર્થ ‘પ્રારંભિક કડી’ એમ થાય છે. હાઈકુનો જન્મ “ તાન્કા ” નામનાં કાવ્યપ્રકારમાંથી થયેલો છે. પાંચ, સાત અને પાંચ એમ કુલ સત્તર અક્ષરોથી ત્રણ પંક્તિઓ બનીને આ કાવ્યપ્રકારનું બંધારણ રચાય છે. આ અક્ષરોમાં અડધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી, ફક્ત શબ્દની જ ગણતરી થાય છે તે સૌથી સારી વાત છે. અતિટૂંકી રચના હોવાથી તે કોઈ એક પ્રકારનો ભાવ કે ચમત્કૃતિ દર્શાવે છે. તેમાં ધ્વનિદર્શક શબ્દોનો ખાસ ઉપયોગ થતો હોય છે જે બીજા કોઈ કાવ્યપ્રકારમાં ભાગ્યે જ જોવા મળતો હશે. જેમકે, “ છપાક્ ” જ્યારે પાણીમાં પથ્થર ફેંકીએ ત્યારે જેવો અવાજ આવે એ પ્રકારના શબ્દોના પ્રયોગ રચનાને જીવંત બનાવી દે છે. આ ઉપરાંત તેમાં પ્રત્યયોનો ઉપયોગ પણ બહુ નથી થતો. લેખકો કુદરતી ઉપમાઓ વડે પણ તેમાં સૌંદર્યની છણાવટ કરે છે. આ ખૂબ નાનો હોવા છતાં ઘણો અસરકારક કાવ્યપ્રકાર છે. ગુજરાતી, અંગ્રેજી તેમજ અન્ય ભાષામાં પણ તેના પર ઘણાં ઉત્તમ પ્રયોગો થયેલા છે. જાપાનના વતની કેનેથ યેશુદાએ હાઈકુને “ એક શ્વાસી કાવ્ય ” તરીકે ઓળખાવ્યું છે. ૧૯૧૫-૧૬માં રવીન્દ્રનાથ ટાગોર જાપાનની યાત્રાએ ગયેલા. ત્યાં જ પ્રથમ વખત તેમને હાઈકુનો ...

• ભાષાશુદ્ધિ 📝

ભાષા અને વ્યાકરણ એ એક સિક્કાની બે બાજુ છે. વ્યાકરણ જ છે જે ભાષાની શુદ્ધિ કરે છે. પણ એ શીખવામાં રસ કોને છે? ના તો શાળામાં એનું સરખું શિક્ષણ મળે છે અને ના તો બીજી કોઈ રીતથી આપણે તેને જાણવા-સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજના સમયમાં ઈન્ટરનેટ દ્વારા દરેક પ્રકારનું જ્ઞાન સાવ મફતમાં મળે છે, પણ શીખવા કોણ માંગે છે? ભાષાને શુધ્ધ કરવાની કે સુધારવાની ઈચ્છા રાખવા કરતાં 'બધું ચાલે એ તો', 'બધું એક જ થયું', 'તું સમજી ગયો ને, બસ!' જેવાં ગેરવ્યાજબી બહાના તરત લોકોના મોઢામાંથી નીકળી આવે છે. ગુજરાતી ભાષા એમ પણ શાળા કોલેજમાં ધીરે-ધીરે મરી રહી છે. બાળકોને ગુજરાતી આંકડાઓને શબ્દોથી ઉચ્ચારતા નથી આવડતું એ જોઈને તો જાણે આત્મા કકળી ઉઠે છે! બીજી બાજુ માબાપ બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકે ત્યારે તેઓ પણ ગુજરાતી ભાષાને ગૌણ વિષય ગણીને બાજુ પર મૂકી દે છે. અંગ્રેજી જરૂરી છે, બહુ જરૂરી છે, પણ તેની સાથેસાથે આપણી માતૃભાષાને પણ એટલું જ પ્રાધાન્ય આપી તેને પણ એટલાં જ સન્મ...

• ક્ષમતા 💪

  શું તમને ખબર છે કે તમારામાં કેટલી ક્ષમતા રહેલી છે? મને ખબર છે અત્યારે તમે તમારા જીવનમાં કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલા હશો. કદાચ તમે એનો રસ્તો શોધી રહ્યા હશો. પણ ક્યાંથી, શું અને કેવી રીતે કરવું એ તમને ખબર નહીં પડી રહી હોય. જીવનમાં આવું વારંવાર થતું રહેતું હોય છે, કારણકે આ જીવન પણ શેર માર્કેટ જેવું છે ક્યારે ચડાવ-ઉતાર થાય એનું કંઈ જ નક્કી નથી. પણ એ તો હવે જીવનનો એક ભાગ છે. હું વાત કરું છું તમારી ક્ષમતાની.. તમે શું માનો છો કે તમારામાં કેટલી ક્ષમતા છે? ક્યારેક એવું બન્યું હશે કે જીવનમાં અચાનક એવી અણધારી ઘટના બની ગઈ અને તમે જે રીતે એનો સામનો કર્યો અને તેની પ્રતિક્રિયા આપી એ કદાચ તમારી માટે પણ ચોંકાવનારી હશે. આપણે વિચાર્યું પણ નથી હોતું એવું કામ આપણે એ સમયે સરળતાથી કરી નાખીએ છીએ. આપણી અંદર જે શક્તિનો સ્ત્રોત છે એ અખૂટ છે, અમાપ છે, એની કોઈ સીમા નથી. આપણે વિચારીએ છીએ એનાથી દસ ગણી નહીં પણ સો ગણી વધુ ક્ષમતા આપણામાં રહેલી છે. બસ જ્યારે એવો સમય આવે ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા આપણી ભીતર રહેલી શક્તિઓ જાગૃત થઈ જાય છે અને એ સમસ્યામાંથી આપણે ઉગરી જઈએ છીએ. તમારામાં પણ ક્ષમતાઓનો અઢળક ખજાનો ભરે...

• મૃત્યુ ⚰️

  મૃત્યુ!!! આપણા જીવનમાં આ એક જ ઘટના છે જે નિશ્ચિત છે, બાકી બધું અનિશ્ચિત છે. ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. આજે તમારી આંખો સામે ફરતો વ્યક્તિ કાલે આ દુનિયામાં નહીં હોય એનો અંદાજો પણ આપણને હોતો નથી. ક્યારેક-ક્યારેક વિચાર આવે છે કે જ્યારે માણસ જીવતો હોય છે ત્યારે આપણે તેને કેમ સાચવી લેતા નઈ હોય? જીવતાં-જીવત માણસને આપણે સારી રીતે રાખી શકતા નથી અને મર્યા પછી તેને ભગવાનની જેમ પૂજીએ છીએ. આ કેટલું હાસ્યાસ્પદ અને નાટ્યાત્મક છે નહીં? જ્યારે તે માણસ જીવતો હોય ત્યારે બે ઘડી તેની પાસે બેસીને પ્રેમથી વાત કરવાની પણ આપણને ફુરસત નથી હોતી, ને તેના ગયા પછી તેને પાછા બોલાવાનો શું અર્થ? કરુણતા તો એ છે કે માણસના જીવનમાં એકવાર આવી ઘટના બની ગયા પછી પણ તે તેમાંથી કંઈ શીખતો નથી, સુધરતો નથી. બીજા વ્યક્તિઓ સાથે પણ તે આવો જ વ્યવહાર કરે છે. જીવે ત્યાં સુધી તારું-મારું કરીને ઝઘડે અને મર્યા પછી અચાનક બધું તેના પર ન્યોછાવર કરવાની ભાવના ઉભરાઈ આવે છે. એમ પણ આપણે ઉપર કંઈ લઈ જઈ શકવાના નથી અને તેનો કોઈ રસ્તો પણ નથી. તો કોના માટે આ બધું ભેગું કરવું? પુત્ર-પૌત્રો માટે? મને ખબર છે ત્યાં સુધી હાથ-પગ સલામત હશે તો તે...

• બિઝનેસ 🏭

  બિઝનેસ એટલે સાહસ! એકવાર સાહસ કરવું પડે બસ એટલી જ વાર છે! તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. પણ હા, લાભ અને નુકશાનની તૈયારી સાથે! કંઈ પણ નવું કામ શરૂ કરવા માટે સૌપ્રથમ તેની યોજના બનાવી લેવી જરૂરી છે. અને પછી તે યોજના ઉપર કામ કરવા લાગી જાઓ. સુઈ રહીને સપના જોવા કરતાં વહેલાં ઊઠીને તે સપના પૂરા કરવામાં લાગી જાઓ. કોઈપણ કામ કરતાં પહેલાં તેના વિશે પૂર્વધારણા ના બાંધી લેવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણી શંકાઓ અને ચિંતાઓ નાહકની જ હોય છે. હકીકતમાં એવું કશું થતું જ નથી હોતું. નોકરી કરવી એ સારી વાત છે પણ એટલી મહેનત જો તમે તમારી કંપનીમાં કરો તો તમે ક્યાંથી ક્યાંય પહોંચી શકો છો. પોતાની કાર્યક્ષમતા પર ભરોસો રાખો, આત્મવિશ્વાસ લાવો અને સાહસ સાથે પોતાનું કામ શરૂ કરો. તમારી આસપાસ રહેલા ધંધાદારીઓના કામની નોંધ લો. તેમને જોઈને શીખો, તેમને અનુસરો. અને વધુ સારી કામગીરી માટે વધુ મહેનત કરો. પણ હા, હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક! જેમાં ઓછા સમય અને ઓછી મહેનતમાં તમે વધુ પરિણામ મેળવી શકો! દરેકના મનના એક ખૂણામાં ક્યાંક તો એવું તો થતું જ હોય છે કે નોકરી નથી કરવી અને પોતાનું કઈક કામ શરૂ કરવું છે. પ...