• જિંદગી 🪴
આ જિંદગીમાં આપણે જે કંઈ પણ શીખ્યું છે તે બીજા પાસેથી શીખ્યું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આ ક્રમ ચાલતો રહે છે. એવું નથી કે નાના-મોટા કે મોટા-નાના પાસે થી શીખે છે પણ શીખવાની વૃત્તિ તમને દરેક વ્યક્તિ માંથી કંઈક ને કંઈક સારું શીખવાડી જ દે છે. બધામાં કોઇને કોઇ ખામી હોય જ છે પરંતુ તેને બાદ કરીને બધામાં એક છૂપી ખૂબી પણ હોય છે.. તો બસ એને શોધી કાઢો તમારા અને બીજામાં.! અને તે પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહો એને વળગી રહો.
કંઈક સારું શોધશો તો બધામાં કંઈક ને કંઈક મળશે જ પણ જો સારો માણસ શોધવા જશો તો એ તો થઈ રહ્યું. એના માટે તમારે સૌપ્રથમ તમારી ઉપર જ પ્રયોગ કરવો પડશે.! એ જરૂરી નથી કે જે માણસ તમારી માટે સારો છે એ બીજા માટે પણ સારો જ હોય. એ તો આપણો વ્યવહાર જ નક્કી કરે છે. માટે આપણે કોઈને આ સારો છે અને આ ખરાબ છે એમ કહી શકીએ નહિ.! જિંદગી બહુ નાની છે જ્યાંથી જેટલું શીખવા મળે શીખીલો.! તમારા જીવનમાં ભલે અંધકાર રહ્યો તે છતાં પણ તમે બીજાની જિંદગીમાં અજવાસ ફેલાવાની ક્ષમતા ધરાવો છો. માટે શીખતા રહો અને શીખવાડતા રહો.!
- ઝરણા દાયમા✍️
Comments
Post a Comment