• સોશીયલ મીડિયા 🖥️

 આમ જોવા જોઈએ તો સોશીયલ મીડિયા સારું પણ છે અને ખરાબ પણ. આજના સમયમાં સોશીયલ મીડિયા એક એવું માધ્યમ થઈ ગયું છે જે કલાકારો અને તેમની કલાને પ્રદર્શિત કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. કંઈ નવું શીખવું હોય કે કોઈને શીખવાડવું હોય. નવા લોકો સાથે જોડાઈને શીખી શકીએ છીએ. જેમ ઘર અને ઓફિસનો એક સમય હોય છે તેવી જ રીતે સોશીયલ મીડિયા યુઝ કરવાનો પણ એક સમય નિર્ધારિત કરવો બહુ જરૂરી છે. તે માણસોને જોડી રાખવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ જરૂર છે પરંતુ તેને તમારી આસપાસના લોકોને તમારાથી દૂર કરવાનો ઝરિયો ના બનવા દેશો. એટલે જ તેને એક હદ સુધી વાપરવું જોઈએ. એક નિર્ધારિત સમય પર. નહીતો તે આપણા જીવનનો એક હિસ્સો બનવાની બદલે ક્યાંક આપનું જીવન જ ના બની જાય.

 

પછી તમે જે ક્ષણે જ્યાં છો તેને જીવી કે માણી નહિ શકો. એકબીજાની ઈર્ષ્યા કરવી, દેખાદેખી કરવી, હરીફાઈ,સ્પર્ધા આવું બધું થઈ રહ્યું છે. તેણે આમ કર્યું તો હું આમ કરું, એણે આવું મૂક્યું તો હું પણ આવું મૂકું, અને તેનાથી ચડિયાતો/ચડિયાતી થઈ જાઉં. અરે પણ આમ કરવાથી તમે મૂર્ખ લાગો છો. ભીતર કંઈ ખુશી કે શાંતિ નામની વસ્તુ ભલે ના હોય પણ બહાર તો એમ જ બતાવશે જાણે તેનાથી ખુશ અને સંતોષી જીવન બીજા કોઇનું છે જ નહીં. તો આવા બધા ખોટા દેખાડા કરવા રહેવા દો. જીવનમાં જેટલી સાદગી અપનાવશો એટલા જ ખુશ રહેશો.

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧