• છોકરાઓ 👦🏻

 એક છોકરા નું જીવન ક્યારેય સરળ નથી હોતું! તેમના મન માં ને મન માં એક બીજી દુનિયા ચાલતી હોય છે. બહારથી તે જે દેખાય છે એ ક્યાંક ને ક્યાંક આ દુનિયા એ તેને એવો બનાવ્યો છે, કે તે હિંમતવાળા જ હોય, રડી ના શકે, બધી જવાબદારીઓ ઉઠાવે. બહાર થી નારિયેળ જેવા સખ્ત અને અંદર થી સાવ મુલાયમ હોય છે, ભાવના અને લાગણી થી તરબોળ! તેમની જિંદગી માં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની સામે તે રડી શકતા હશે. નહિ તો રાત્રે સૂતી વેળા એ રડી લેતા હશે! જ્યારે રડવું હોય ત્યારે તેમને કોઈ જગ્યા શોધવી કેટલી અઘરી થતી હશે. જીવન માં તો એમના પણ બહુ તકલીફ હોય છે પણ ના તો તેમને કોઈ પૂછે છે અને ના તો તે કહે છે! બસ જવાબદારીઓ નો બોજ હસ્તે મોઢે ઉઠાવતા જાય છે.

 

દરેક છોકરો અંદર થી એક બાળક જેવો જ હોય છે પણ તમે તેનું એ રૂપ ત્યારે જ જોઈ શકો જ્યારે તમે કોઈ વ્યક્તિ ને હ્રદયના ઊંડાણ થી પ્રેમ કરતા હોવ! તેનું વાસ્તવિક અને કોમળ હ્રદય વાળુ રૂપ! તે બહુ લોકો થી હળતા-મળતા નથી. પોતાના દુઃખો, મુશ્કેલીઓ પોતાના સુધી જ સીમિત રાખે છે. તેમનો ચહેરો જોઈને તમે અંદાજો ના લગાવી શકો કે તેની મનઃસ્થિતિ શું હશે! મુખ પર હંમેશા એક હળવું હાસ્ય.. છતાં આ હાસ્ય પાછળ નો ભાર તમે ના જ માપી શકો! ખૂબ જ લાગણીશીલ હોય છે છોકરાઓ! તેમના શાંત, સરળ અને નિખાલસ વ્યક્તિત્વને ઓળખો અને તેને સ્વીકારો. તેમને બદલવાની કોશિશ ન કરશો! તેમને માત્ર પ્રેમની હુંફ ની જરૂર છે, તો તેમની કાળજી લો!

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧