• સેલ્ફ મોટીવેશન 🧗🏻‍♀️

 આજકાલ લોકો સક્રિય રહેવા માટે પ્રેરણાત્મક વસ્તુઓનો આશરો લે છે. વિડિયો, સુવિચાર, મોટીવેશનલ સ્પીકર ને સંભાળે છે. આ બધું કરીને તે પ્રેરણા લેતા હોય છે. કંઇક પ્રેરણાત્મક સાંભળતી વખતે રૂંવાટા ઊભા થઈ જાય છે, આંખોમાં ચમક આવી જાય છે, હું પણ જીવનમાં કંઇક કરી બતાવીશ જેવી લાગણીઓનો ઉભરો આવે છે. આ બધું જોયા સંભાળતાની દસેક મિનિટ પછી બધું ઠપ! મોટીવેશન ક્યાંય હવામાં છુ થઈ જાય છે. બીજાના માંથી પ્રેરણા લેવી એ સારી બાબત છે, પણ બીજામાંથી ક્યાં સુધી લેશો? માનીલો કે કોઈ વ્યક્તિ છે જે તમારી માટે પ્રેરણા છે અને કાલે તે તમારા જીવનમાં નથી રહેતી તો? પછી શું કરશો? મૂકી દેશો એ બધું? જે તમારી અંદર રહેલી કળાઓ ઈશ્વરે તમને બક્ષી છે?

 

જો તમે કલાપ્રેમી છો તો તમારી કળા જ તમારી માટે પ્રેરણા છે. દુનિયામાં બધું પ્રેરણાત્મક છે. પરંતુ તમે બીજાને શું કામ શોધો છો? જેના માંથી પ્રેરણા લઈ શકો, તમે પોતે જ પ્રેરણાનો સ્ત્રોત બની જાઓ અને પછી જુઓ તમે પોતાને કેટલા સક્રિય અને સકારાત્મકતાથી ભરપુર અનુભવો છો! જાતનું નિરીક્ષણ કરો. તમારામાં જે આવડત છે, કળા છે તેને ઓળખો, સમય આપો અને વધુ ને વધુ નિખારો! જ્યારે તમે તમારી કળાનો ઉપયોગ કરીને કંઈ સર્જન કરો છો ત્યારે તમે ઈશ્વરે આપેલી ભેટની રિટર્ન ગિફ્ટ કરો છો. ત્યારે ઈશ્વર તમારાથી પ્રસન્ન થાય છે. તમે પોતે જ પ્રેરણાનો અદભૂત સ્ત્રોત છો તેને બહાર ક્યાંય ના શોધો, તે તમારી ભીતર જ છે તેને ઉજાગર કરો.

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧