• સપનાઓ 🗯️

 સપના! તમારા સપનાને અનુસરો! એનાથી વધુ મહત્વનું કાર્ય તમારા જીવનમાં બીજું કંઈ જ નથી. ગમ્મે તેટલી મુશ્કેલીઓ આવે, અડચણો આવે પણ તમારા સપનાને અધૂરા ના મૂકશો. તેને પૂરા કરવાં પ્રયત્નો કર્યા જ કરો. શું ખબર તમે જ્યાં પ્રયત્નો કરવાનું મૂકી દો છો એ જ તમારો છેલ્લો પ્રયત્ન હોય? નસીબ અને મહેનત બંને જરૂરી છે. પણ નસીબ ક્યારેય મહેનતથી ચડિયાતું નથી હોતું! તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને નિરંતર પ્રયત્નો કરતા રહો. સફળતા ન મળે તો માર્ગ બદલો લક્ષ્ય નહીં. એક દિવસ તમે મંજિલ સુધી જરૂરથી પહોંચશો.

 

જ્યારે પણ આપણે આપણાં સપનાં પૂરાં કરવા ઇચ્છીએ અને આગળ વધીએ છીએ ત્યારે ઘણાં લોકો આપણા વિરોધમાં ઊભા થઈ જશે, આપણને હાસ્યનું પાત્ર બનાવશે. પણ જ્યારે તમે સફળતા મેળવશો અને તમારી એક અલગ ઓળખાણ બનાવશો ત્યારે આ જ વ્યક્તિઓ 'હો હા હો હા' કરતાં સૌથી આગળ આવી જશે, સંબંધો જોડવા. એટલે જે લોકો તમારા ખરાબ સમયમાં તમારો સાથ છોડે તેમનો તો ખાસ આભાર માનવો, જે આપણા ભ્રમને તોડીને સત્ય પ્રત્યક્ષ કરે છે. તમારી સફળતા માટે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ જવાબદાર છે.

 

ઘણાંલોકો એવા ભાગ્યશાળી પણ હોય છે જેમની જિંદગીમાં તેમનું પેશન જ તેમનું પ્રોફેશન બને છે. પણ જો તમારી જિંદગીમાં આવું શક્ય ન હોય તો મુંઝાશો નહીં. કામની સાથે પણ સપનાં પર ધ્યાન આપી જ શકાય છે. તો સપના જોવો.. અને તમારા સપનાને પુરા કરવા નિરંતર પ્રયત્નો કરતા રહો!


- ઝરણા દાયમા✍️


Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧