• સંતોષ 🌷
મનુષ્યને જીવનમાં જે કંઈ મળે છે તેને તેનાથી વિપરીત જ જોઈતું હોય છે. આ પ્રકૃતિ જ મને સમજાતી નથી. તમને જે કુદરતે, ઈશ્વરે બક્ષ્યું છે તે જુઓ અને તેમાં સંતોષ રાખો. બધાનું અત્યારનું જીવન પહેલાં કરતાં ચોક્કસપણે સારી જ સ્થિતિમાં હશે, પરંતુ તે છતાં તેમને સંતોષ થતો નથી. હંમેશા આપણે આપણાથી ઉપરના વ્યક્તિઓને જોઈએ છે પરંતુ આપણે એમને પણ તો જોઈ શકીએ ને કે જેમની માટે આપણા જેવું જીવન જીવવું પણ એક સપનું હોય છે!
દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમની પાસે રહેવા ઘર, પહેરવા કપડાં અને બે ટાઈમ ખાવા માટે પૂરતું અનાજ પણ નથી હોતું. તેઓ જીવવા માટે સંઘર્ષ કરે છે, રોજ કરે છે. તેના કરતાં તો તમારી પરિસ્થિતિ સારી જ છે ને? જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ પણ તેની સાથે સાથે જીવનમાં જે સારા બદલાવ થઈ રહ્યા છે તેને જોવાનું ના ભૂલશો! તમને જે કાંઈ પણ મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માનો કારણકે તમે ખુશ ત્યારે જ રહી શકો છો જ્યારે તમે સંતોષી જીવ બનો છો. બાકી આ દુનિયામાં કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એ તમારા પોતાના જ હાથમાં છે.
- ઝરણા દાયમા✍️
Comments
Post a Comment