• ભૂલ 🙇🏻‍♂️

 ભૂલ એક એવી વસ્તુ છે જેમાંથી આપણે હંમેશા કંઇકને કંઇક શીખીએ છે. કોઈપણ વસ્તુમાં તમારે ક્યાં ભૂલ થઈ તે જોવો અને તે બીજીવાર ના થાય તેનું ધ્યાન રાખો. જીવનમાં ઘણીબધી નાની-મોટી ભૂલો થતી રહે છે. પસ્તાવો તો થાય, પણ તેને સ્વીકારીને સમજદારીથી આગળ વધવું સાચું છે. દુનિયામાં કોઈ એવો માણસ નથી જેણે ક્યારેય ભૂલ ના કરી હોય. તો ભૂલો થવાથી ડરો નહિ! તમે ભૂલો કરો છો તેનો મતલબ એમ છે કે તમે શીખી રહ્યા છો. જો તમે ભૂલો નથી કરી રહ્યાં તો સમજીલો કે તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો. જ્યારે તમે કઈ કામ કરો છો અને લોકો તેની પ્રશંસા કરે તો છકી ના જાવ.

 

ઘણા લોકો તે કામમાં તમારી ભૂલો પણ કાઢશે તેનો સહજતાથી સ્વીકાર કરો. તિરસ્કાર કર્યા વગર શાંત મને વિચાર કરો કે તે શું સમજાવવા માંગે છે. તેમને મહત્ત્વ આપો જે તમને ભૂલો બતાવે છે. કારણકે તેઓ ઈચ્છે છે કે તમે આગળ જતા વધુ સારું કામ કરો. તે તમારા શુભચિંતકો છે. જો લોકો ભૂલ કાઢવાનું બંધ કરી દેશે તો તમારું શીખવાનું અટકી જશે. માટે ભૂલો કરો! ભૂલ ક્યાં થઇ તે સમજો, સ્વીકારો, સુધારો અને બીજાને પણ તેમની ભૂલો તરફ ધ્યાન દોરો. આમ, તમે શીખતા રહેશો અને શીખવાડતા પણ રહેશો!

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧