• પ્રેમ અને સમાજ ❤️🩹
પ્રેમ! અડધાથી વધુ લોકોને પ્રેમ કોને કહેવાય તેની સમજ જ નથી. કોઈ સારું લાગે તો તેને પ્રેમ સમજી લે છે. સાચો પ્રેમ કરતાં હોવાનો દાવો કરતા હોય છે. પણ વાત જ્યારે સમજદારીથી કામ લેવાની આવે ત્યારે પ્રેમની સાચી પરખ થાય છે. પ્રેમ એ નથી કે જેને મેળવવા માટે તમે કઈ પણ કરી શકો પરંતુ પ્રેમ એ છે કે જેની ખુશી માટે તમે કઈ પણ ત્યાગી શકો. તમારી જાતને બાજુ પર મૂકી તેની ખુશી માટે ત્યાગ કરવો પ્રેમ છે. આ સમાજ પણ બહુ વિચિત્ર છે. પહેલાથી જ તે પ્રેમની વિરુદ્ધ છે.
જ્યાં નાતજાત જોઈને મનુષ્યનું વર્ગીકરણ થતું હોય એ સમાજ પાસેથી આપણે શું આશા રાખી શકીએ? કે તે આપણા પ્રેમને સમજશે અને તેનો સ્વીકાર કરશે? પહેલાના સમયમાં જેટલું કઠોર વર્તન થતું હતું તેના પ્રમાણમાં અત્યારે ઓછું છે. પણ સાવ નાબૂદ તો નથી જ થયું. જો આવા વાતાવરણને સુધારવું હોય તો શરૂઆત તમારે તમારા ઘરથી જ કરવી પડશે. પ્રેમનો સહજતાથી સ્વીકાર કરી સહકાર આપો. એક દિવસ પરિવર્તનની હવાનો અનુભવ તમને જરૂરથી થશે. સમાજને આધીન થઈને પાંગળા બનવાને બદલે, સમયાનુસાર તેમાં પરિવર્તન તો આપણે જ લાવવું રહ્યું. કારણકે આ સમાજ આપણે બનાવીએ છે, સમાજ આપણને નહીં!
- ઝરણા દાયમા✍️
Comments
Post a Comment