• જવાબદારીઓ 👴🏼

 એકવાર જવાબદારી તમારી પર આવ્યા પછી તમે તેનાથી છૂટી શકતા નથી. તમે તેનાથી બંધાઈ જાઓ છો. તમે ઈચ્છા પ્રમાણે કંઈ કરી શકતા નથી. જવાબદારીના ભારથી તમારા સપનાઓ અને ઈચ્છાઓ દબાવા લાગે છે અને છેલ્લે તે મરી જાય છે. પણ ચિંતા ના કરો ઈશ્વર આ જવાબદારી તેને જ સોંપે છે જેમની પર તેમને પૂર્ણ વિશ્વાસ હોય છે. ઈશ્વર તમને એ જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ સમજે છે.

 

વિચારો તમે ના હોત તો? શું તમારા જેટલી નિખાલસ રીતે આ જવાબદારી બીજું કોઈ ઉઠાવી શકતું? ના, ક્યારેય નહીં! તો જવાબદારી નિષ્ઠાપૂર્વક ઉઠાવો અને તમારી આસપાસના લોકોને ખુશ રાખો. તમારી શક્તિ અને બળનો પ્રયોગ બીજાના જીવનનો ઉદ્ધાર કરવા માટે કરો. જશ કે ફળની આશા રાખ્યા વગર કર્તવ્યનું પાલન કરતાં જાઓ. બધું સારું થશે.

 

જવાબદારી એટલી બખૂબી નિભાવો કે લોકોને તમારી પર ગર્વ થાય. તમારા હોવા પર ઈશ્વરનો પાડ માને. લોકો સામે શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કરો. હસતાં મોઢે જવાબદારી ઉઠાવો, મુશ્કેલીઓનો સામનો કરો અને ઉદ્ધારક બનો. ઈશ્વર તમને જન્મ-મરણના આ ચક્રમાંથી ઉગારી દેશે!

 

- ઝરણા દાયમા ✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧