• પુસ્તકો 📚

 જેટલો સમય તમે બુક સાથે વ્યતીત કરો છો તેટલો સમય તમે તમારી જાતને વધુ નિખારવા તરફ આગળ વધો છો. જેમ તમે વધુ વાંચો છો તેમ તમે વધુ નમ્ર બનો છો. તેની જગ્યાએ જો અહંકાર આવી જાય તો એમ સમજવું કે તમે વાંચેલું ભીતર સરખું ઉતાર્યું જ નથી. સૌથી સારો અને ક્વોલિટી ટાઇમ પુસ્તક સાથે જ પસાર થાય છે. તે આપણા સર્વશ્રેષ્ઠ મિત્ર છે. હું કહું તો, તમારું ચારિત્ર્ય ઘડવાનું એકમાત્ર માધ્યમ! જાણે-અજાણ્યે તે તમારું ચારિત્ર્ય ઘડે છે. આજનો સમયપણ એવો છે કે ખોટા માણસો સાથે સમય વ્યતીત કરવાની બદલે બુક્સ સાથે સમય વ્યતીત કરવો વધુ સારો છે. એક પુસ્તક તમને બેઠા-બેઠા એક અલગ દુનિયામાં લઈ જાય છે. તેમાં કારેલા વર્ણન પ્રમાણે તમે તે દૃશ્યો જોઈ શકો છો. તેમાં જેટલા અંદર ઉતારો એટલું જ તેને માણી શકો છો. અને એક પુસ્તકની સુંદરતા એ જ છે કે તે તમને થોડા સમય માટે તમને તમારું અસ્તિત્વ ભૂલાવીને એક મુક દર્શક બનાવી દે છે જે તેની આંખ સામે બની રહેલી બધી જ ઘટનાઓનો સાક્ષી છે. એક પુસ્તક હજારો લાખો લોકોને અસર કરે છે તેમના વિચારો અને જીવનને બદલે છે. અત્યારે ૨૧મી સદીમાં લોકો ફોન પર બુક્સ વાંચતા થઈ ગયા છે. પણ સાચું કહું તો હાર્ડ કોપીમાં વાચવાની મજા જ કંઇક અલગ છે. એક પુસ્તકમાંથી તમને જેટલું શીખવા મળે છે એટલું ક્યાંયથી શીખવા મળતું નથી. તો વાંચતા રહો અને લોકોને વાંચન કરવા માટે પ્રેરણા આપતાં રહો. લખતા રહો.. ભવિષ્યમાં તમારા નામની પણ પુસ્તક છપાય તેવી શુભકામનાઓ!

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧