• સુંદરતા 💃🏻

 સુંદરતા.. સુંદર હોવું બહુ જરૂરી છે.. ખરેખર! હું વાત કરી રહી છું આંતરિક સુંદરતાની. દરેક વ્યક્તિ સુંદર છે પરંતુ આંતરિક સુંદરતા અમુક પાસે જ છે. તમે બાહ્ય રીતે ભલે ગમ્મે એટલા સુંદર હોવ પણ જો તમારું આચરણ, આદતો, વાણી ને નિયત જ ખરાબ હોય તો સુંદરતા હોવા છતાં તમે નિંદાને પાત્ર બનો છો. રૂપ-રંગનો ઘમંડ બહુ ઝાઝો ટકતો નથી. સમય સાથે રૂપ-રંગ બધું જ સાથ છોડે છે.

 

બાહ્ય રીતે સુંદર હોવું જરૂરી નથી પણ આંતરિક સુંદરતા, મનની નિખાલસતા, પ્રેમ અને લાગણીથી ભરપૂર વિશાળ હૃદય જેની પાસે છે તે દુનિયાનો સૌથી સુંદર અને ધનવાન વ્યક્તિ છે. ક્યારેય કોઈના રૂપનો મજાક ના ઉડાવો. વ્યક્તિ કાળો છે કે ગોરો તેના કરતાં તેનુ મન કેટલું શુદ્ધ છે તે મહત્વનું છે. કોઈનું મન જીતવાની કળા દરેકમાં નથી હોતી. સિકંદર આખી દુનિયા જીતીને પણ ખાલી હાથે ગયો હતો.. અહીંયા કંઈ રહી જાય છે તો ફક્ત તમારા વ્યક્તિત્વની છાપ! તો તેની પર ધ્યાન કેન્દ્રિત કરો, સત્કર્મો કરો અને યાદ રાખો.. તમે ઈશ્વરનું સૌથી સુંદર સર્જન છો!


 - ઝરણા દાયમા ✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧