• લેખનકળા ✍🏻
તમે લખો! વાંચો! શીખો! એ વાર્તા હોય, કવિતા હોય, ગઝલ હોય કે પછી બીજું કંઈ! જો તમે સાહિત્યપ્રેમી છો તો આ તમારી જવાબદારી છે કે તમે કોઈ ખોટા લખાણને પ્રોત્સાહન ના આપો. લખવાવાળાને તેની ભૂલ તરફ ધ્યાન દોરો, તેને સુધારો અને કોઈ તમને ભૂલ બતાવે તો તેવી જ સહજતાથી તેને સ્વીકારો. તમારી રચના કોઈ ચોરી શકશે પણ તમારી ભીતર રહેલી કળા નહીં. તેવી જ રીતે કોઈ સારું લખે છે તો તેનાથી ઈર્ષ્યાના કરો. તમારો હરીફ તમે પોતે છો. કાલે તમે કેવું લખતાં હતાં અને આજે કેવું લખો છો તેનું નિરીક્ષણ કરો. તમારા વિચારો સ્પષ્ટ હોવા બહુ જરૂરી છે તેને સરળ ભાષામાં રજૂ કરો. વાંચન વધારો અને લખાણને નિખારો!
- ઝરણા દાયમા✍️
Comments
Post a Comment