• આર્ટ લવર કે નામ લવર? 🎭

 સોશીયલ મીડિયા પર એક્ટિવ થયાં પછી મેં બે પ્રકારના લોકો જોયા છે. એક નામ લવર અને એક આર્ટ લવર. તમે કયા પ્રકારમાં આવો છો એ તો તમને જ ખબર.. હા, હું તમને જ પૂછું છું. તમને જ.. જે અત્યારે આ ધ્યાનથી વાંચી રહ્યા છો. બે મિનિટનો સમય કાઢીને તમારા દિલ પર હાથ મૂકીને પોતાને આ પ્રશ્ન પૂછો કે તમે આ બંનેમાંથી શું છો? સાચો જવાબ મને કહેવાની જરૂર નથી. તમે એ વાતને સમજો. જો તમે નામ લવર છો તો તો થઈ રહ્યું. તમારું કંઈ નહીં થઈ શકે. તમે આગળ નહિ વધી શકો કારણકે તમને તમારા નામથી પ્રેમ છે સાહિત્યથી નહીં. તમે તમારી જ રચના અને વિચારોમાં રચ્યાપચ્યા રહેશો. નવું વાંચશો નહિ તો નવું શીખશો નહિ અને નવું શીખશો નહિ તો નવું સર્જન નહિ કરી શકો. એક આર્ટ લવર હંમેશાં સાહિત્યની કદર કરે છે. સાહિત્ય સાથે જોડાયેલા લોકોને સન્માન આપે છે. આજકાલ ઘણા લોકો પ્રખ્યાત થવા માટે જ લખતાં હોય છે. જો તમારું લક્ષ્ય જ ખોટું હશે તો મંઝિલ સુધી પહોંચીને પણ કશું જ હાથમાં નહિ આવે. કારણકે જેમ કિનારા પર ઉભો કરેલો માટીનો મહેલ પાણીની લહેરો ક્ષણભરમાં ધ્વસ્ત કરી જાય છે તેવી જ રીતે તમારા ગયા પછી તમારું નામ પણ આમ જ માટીમાં ભળી જવાનું છે. તો પ્રયત્ન કરો કે તમે તમારા નામને નહિ સાહિત્યને પ્રેમ કરો, તે તમારા લખાણમાં છલકે અને તમારી ઉત્તમ કૃતિઓથી તમે મૃત્યુ પછી પણ લોકોના હ્ર્દયમાં જીવંત રહો!

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧