• અભિવ્યક્ત કરવા માટે લખો 👩🏻‍💻

 #Don’tWriteToImpress

#WriteToConvey

A few days ago Vivek Ranjan Agnihotri Sir Tweeted: “Don’t write to sound smart. Write to convey thoughts. The only purpose of language is to communicate. Not to force readers to run for a dictionary.”

 

તદ્દન સાચી વાત કહી છે વિવેક ભાઈએ. મને તેમની આ ટ્વીટ ખૂબ જ ગમી છે. સરસ અને ઉપયોગી લાગી છે. આજે લાખો, કરોડો નહીં અબજોની સંખ્યામાં લોકો લખે છે. અને ગમ્મે તેવું લખે છે. અઘરા શબ્દોનો ઉપયોગ કરીને પોતે વધુ જ્ઞાની હોવાનો ખોટો ડહોળ કરે છે. તેમને જરાક બે પ્રશ્નો કરી લો તો પરસેવા થઈ જાય છે. ગમ્મે ત્યાંથી કાફિયા, રદિફ ઉઠાવીને કે અઘરા શબ્દોનો ઉપયોગ કરીને વાચકો પર સારી અસર પડશે કે નહિ એ તો મને ખબર નહિ પણ હા, તમારી રચનાનો ભાર જરૂર વધી જશે. બિનઉપયોગી શબ્દો તમારી સરસ હળવીફૂલ રચના પર બોજ સમાન છે. અને એ બોજ તળે તમારા વિચારો દબાઈ જાય છે.

 

શબ્દોમાં બહુ તાકાત છે તેને ઓળખો. તમે કયો વિચાર રજૂ કરવા માંગો છો, શું કહેવા માંગો છો એ વિશે પહેલાં તમે પોતે કલિયર થઈ જાઓ, પછી વાચક આપમેળે જ સમજી જશે. એવું જ નહિ કે ફક્ત ગુજરાતી જ.. હિન્દી અને ઉર્દુમાં પણ મેં આવું થતું જોયું છે. શબ્દોના સાચા અર્થ પણ ખબર હોતી નથી અને તેને રચનામાં નાખી દે છે. જો તમારા વિચારો જ અસરકારક હશે તો વિશ્વાસ કરો તમારે અસરકારક શબ્દોની જરૂર નહિ પડે. સામાન્ય રચના પણ ઉત્તમમોતમ હોઈ શકે છે. નવા શબ્દો શીખો, શીખવાડો અને શીખતા રહો પણ દેખાડો ન કરો અને વગરકામના શબ્દોના ઉપયોગથી બચો. ગમ્મે તેવું નહીં ગમે તેવું લખો.❤️

 

-     ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧