• બાળકોનો ઉછેર 👧🏻

 જો તમે તમારા બાળકને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવા માંગતા હોવ તો તેમની કેળવણી શ્રેષ્ઠ રીતે કરો. જ્યાં રોકવું પડે, ટોકવું પડે ત્યાં તેમને રોકો. સારા માતાપિતા એ નથી જે બાળક કહે તે હાજર કરી દે, પરંતુ સારા માતાપિતા એ છે જે.. જ્યાં સમજાવવા જેવું લાગે ત્યાં બાળકને સમજાવે, સારા-ખરાબ, સાચા-ખોટાની પરખ કરાવે છે.

 

બાળકોની બધી જ માંગ પૂરી ન કરો, શું જરૂરી છે અને શું જરૂરી નથી તે સમજાવો. તેમની માટે આવશ્યક હોય તેટલી જ વસ્તુ તેને આપો. વધુ પડતી સુખ-સુવિધા તમારા બાળકને જ પાંગળું કરી દેશે. તેમને સ્વતંત્ર રીતે મોટા થવા દો. તડકાથી બચાવો પણ હંમેશા માટે તમારા છાયામાં ના રાખો. નહીંતો તે જાતે ક્યારેય કશું કરી જ નહિ શકે, ક્યારેય પોતાની ઓળખાણ નહિ બનાવી શકે.

 

બાળકો બે હોય કે ચાર તેમની વચ્ચે ભેદભાવ કે સરખામણી ના કરો, કોઈને બીજાથી ચડિયાતું ના ગણાવો. યોગ્ય માર્ગદર્શન સાથે તેમનો ઉછેર કરો. તેમને સમય આપો, તેમને સમજો, તેમની રુચિ, તેમના વિચારો જાણવાની કોશિશ કરો. તેમના મિત્ર બનીને રહો. કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે લડવું અને કેવી રીતે તેમાંથી બહાર આવવું તે શીખવો.

 

વધુ પડતો લાડ પ્યાર બાળકોને જિદ્દી, અહંકારી અને મુફટ્ટ બનાવી દે છે. બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે વર્તવું તે શીખવાડો. અને છેલ્લે એક જ વાત કહીશ કે તમારા બાળકોને કરોડોની મિલકત નહીં, પણ સંસ્કારોરૂપી મૂડી આપીને જાઓ. તેઓ પોતાનો મહેલ બનાવવા માટે ખુદ સક્ષમ છે.


-   ઝરણા દાયમા✍️



Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧