• શબ્દોની શકિત 🖋️

 કોઈ સામાન્ય રચના, કવિતા, ગઝલ, આર્ટિકલ, નિબંધ કે વાર્તા. તમે કંઈ પણ લખો પણ તમારા શબ્દોમાં અસરકારકતા હોવી જોઈએ. શબ્દ એક શસ્ત્ર છે. એક લેખક પોતાના શબ્દોની રજૂઆતથી આખા વિશ્વમાં બદલાવ લાવી શકે છે. તમારા શબ્દોમાં વાસ્તવિકતા, લાગણી, ભાવ હોવો બહુ જરૂરી છે. ઘણાં લોકોને મેં જોયા છે જે બહરમાં લખવા પછી સામાન્ય રચનાઓને કંઈ ગણતા જ નથી. બહરમાં લખવું એ એક આવડત છે. પણ તમે બીજી સામાન્ય રચનાઓને અવગણો એ સાવ ખોટું છે. કોઈપણ જન્મે ત્યારથી બહરમાં લખતું નથી. કોઈની કઈ ભૂલ હોય તો તમે અચૂકથી જણાવી શકો છો. પણ સમજાવવાની એક ઢબ હોય. તમે કોઈને એની રચનામાં ભૂલ એવીરીતે ના જણાવો કે એ લખવાનું જ છોડી દે. બધા ક્યાંકથી તો શરૂઆત કરતા જ હોય છે. કોઈ વહેલા કરે છે તો કોઈ મોડા કરે છે તેવી જ રીતે કોઈ જલ્દી શીખે છે કોઈને વાર લાગે છે. શીખવાનો કોઈ અંત નથી. પણ મારું કહેવું એમ છે કે તમે સારા કન્ટેન્ટ, સારી રચના, સારી કવિતાને પણ એટલું જ માન આપો જેટલું ગઝલ કે બહરને આપો છો. સારો મેસેજ આપતી રચનાઓને આવકારો. ઘણીવાર જે વાત ગઝલમાં એટલી સરળતાથી નથી કહી શકાતી એટલી જ સરળતાથી એક રચનામાં છતી થઇ જાય છે. ગઝલ હોય કે રચના જો એ વાંચવાવાળાના હ્રદયમાં વીજળીની પેઠે ઘૂસી જાય તો એ અવશ્યપણે એક સારી જ રચના હશે. કારણકે એ બહરમાં નથી કે ગઝલ નથી તેનાથી તમે તેનું મૂલ્યાંકન ઓછું ના આંકી શકો. અને ક્યારેક તમને તમારા લખવા પર અહંકાર આવી જાય તો જરાક તમારી પહેલી રચના અચૂકથી વાંચજો. સાહિત્યને સાહિત્યની રીતે જોવો તેને એકબીજાથી અલગના પાડો, અણગમો ઊભોના કરો. સાચા પ્રતિભાવો આપો અને લોકોને વધુ સારું લખવા માટે પ્રેરિત કરો.

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧