• હાય, લેટ્સ બી ફ્રેન્ડસ્ 🤷🏻♀️
આ વાત મારા ગળે જ નથી ઉતરતી કે 'ચાલો આપણે મિત્ર બનીએ' આવું કોઈ કેવી રીતે કહી શકે? અરે ભાઈ, મિત્ર બનવાનું ના હોય એ તો આપમેળે જ બની જવાય. જ્યારે તમારા વિચારો, પસંદ, દ્રષ્ટિકોણ અને બીજી ઘણીબધી વસ્તુઓ મળતી આવતી હોય, એક જેવા વિષયોમાં કે વસ્તુઓમાં રુચિ ધરાવતા હોય ત્યારે તમે આપમેળે જ મિત્ર બની જાઓ છો. હા, એ વાત છે કે મિત્ર બનવા માટે વાત કરવી બહુ જરૂરી છે પણ એનો મતલબ એમ નથી કે વાત કરવાથી આપણે મિત્ર બની જ જઈશું. મારી દ્રષ્ટિએ મિત્ર એને બનાવવો જોઈએ જેની પાસેથી તમને કઈક સારું શીખવા મળે, ફાલતુ વાતો કરવા માટે તો આખી દુનિયા પડી છે. આ તદ્દન સમયનો વેડફાટ છે. ખોટા પ્રયત્નો કરવાથી સંબંધ નથી બનતો, મિત્ર તો સંજોગ કે નસીબથી બને છે બાકી તો આપણે જીવનમાં હજારો લોકોને મળતા હોય છે અને ઓળખતા હોય છે. પણ તે બધા જ કંઈ આપના મિત્ર નથી બની શકતા. તમે પોતાને કેવી રીતે વધુ સારી રીતે અપગ્રેડ કરી શકો છો તેના તરફ આગળ વધો. કારણકે આ દુનિયામાં તમે પોતે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો.
- ઝરણા દાયમા✍️
Comments
Post a Comment