• ટપાલ સાથે ગૂંથણ📮

 એક ટપાલ મોકલી છે, મારી સઘળી લાગણીઓને નીચવીને! "મને નથી ખબર કે આ ટપાલ તને મળશે કે કેમ? તારું સરનામું હજી એ જ છે કે કેમ? તું કુશળ તો હોઈશ ને? મને બહુ ચિંતા થયા કરે છે તારી! તું જ્યારથી ગયો છે તારી રાહમાં અનિમેષ આંખો બારણે ડોકાયા કરે છે. કોઈ સાદ આવે, કોઇ બારણે ટકોરા કરે તો તારા હોવાની આશા જાગે છે. માં ની મમતાનું સૌભાગ્ય તો મને મળ્યું નથી ને હવે પિતાજી પણ આ દુનિયામાં નથી રહ્યા. હું સાવ એકલી થઈ ગઈ છું. તને ખબર છે ને કે હું તારી રાહ જોઉં છું! ક્યારે આવીશ? તું કોઇ અણસાર પણ નથી આપતો. તું મને ભૂલીતો નથી ગયો ને? ના ના, આવું તો બની જ ના શકે.

 

ભરતકામ અને ગુંથણ કરવું મને તારા જેટલું જ પ્રિય છે ને એટલે આ વખતે તારી માટે આ ટપાલ સાથે કંઇક મોકલું છું, મારા હાથથી ગુંથેલું, તારી સુરુ ના હાથથી ગુંથેલું! મને ખબર છે તને બહુ જ ગમશે. રંગ પણ તારી પસંદગીના જ વાપર્યા છે. તારી રાહમાં દિવસો વીતી રહ્યા છે. ખબર નહીં આ ટપાલ અને ગુંથણ સાથે વણેલા મારા પ્રેમ અને આપણા વતનની સુગંધ તને પાછો ખેંચી લાવશે કે નહીં! હું તારા આવવાની રાહમાં દિવસો કાપી રહી છું, મારા છેલ્લા શ્વાસ પહેલા જવાબ જરૂરથી મોકલજે."

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧