• ક્ષમતા 💪

 શું તમને ખબર છે કે તમારામાં કેટલી ક્ષમતા રહેલી છે? મને ખબર છે અત્યારે તમે તમારા જીવનમાં કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલા હશો. કદાચ તમે એનો રસ્તો શોધી રહ્યા હશો. પણ ક્યાંથી, શું અને કેવી રીતે કરવું એ તમને ખબર નહીં પડી રહી હોય. જીવનમાં આવું વારંવાર થતું રહેતું હોય છે, કારણકે આ જીવન પણ શેર માર્કેટ જેવું છે ક્યારે ચડાવ-ઉતાર થાય એનું કંઈ જ નક્કી નથી. પણ એ તો હવે જીવનનો એક ભાગ છે. હું વાત કરું છું તમારી ક્ષમતાની.. તમે શું માનો છો કે તમારામાં કેટલી ક્ષમતા છે?

ક્યારેક એવું બન્યું હશે કે જીવનમાં અચાનક એવી અણધારી ઘટના બની ગઈ અને તમે જે રીતે એનો સામનો કર્યો અને તેની પ્રતિક્રિયા આપી એ કદાચ તમારી માટે પણ ચોંકાવનારી હશે. આપણે વિચાર્યું પણ નથી હોતું એવું કામ આપણે એ સમયે સરળતાથી કરી નાખીએ છીએ. આપણી અંદર જે શક્તિનો સ્ત્રોત છે એ અખૂટ છે, અમાપ છે, એની કોઈ સીમા નથી. આપણે વિચારીએ છીએ એનાથી દસ ગણી નહીં પણ સો ગણી વધુ ક્ષમતા આપણામાં રહેલી છે. બસ જ્યારે એવો સમય આવે ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા આપણી ભીતર રહેલી શક્તિઓ જાગૃત થઈ જાય છે અને એ સમસ્યામાંથી આપણે ઉગરી જઈએ છીએ.

તમારામાં પણ ક્ષમતાઓનો અઢળક ખજાનો ભરેલો છે. બસ વાર છે તો એને ઓળખવાની, એનો સાચી દિશામાં ઉપયોગ કરવાની! મારાથી નહીં થાય એમ વિચાર્યા કરતાં પોતાની જાતને જ ચેલેન્જ આપો અને પછી જુઓ તમારી ક્ષમતા એ પડકારને ઝીલીને તમને કંઈક નવું જ કરી બતાવશે..

તો ચાલો ઊભા થાઓ અને જીવનમાં કંઇક એવું કરી બતાવો કે આ દુનિયા તમને તમારા નામથી નહીં, પણ તમારી ક્ષમતાથી ઓળખે..!!!

 

-     ઝરણા દાયમા ✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧